મગફળી નું તેલ આજે સમગ્ર ગુજરાત તેમજ સમગ્ર ભારત ના બધા રાજ્યો જેમ કે મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દક્ષિણ ભારતના વિસ્તાર માં આજે સૌરાષ્ટ્ર અને ગુજરાત ની મીની ઓઇલ મિલો માં ઉત્પાદિત મગફળી ના તેલ ને ખુબ પસંદ કરવામાં આવી રહ્યું છે. અન્ય ખાદ્ય તેલો ની તુલનામાં મગફળી નું તેલ સ્વાદ સુગંધ અને આરોગ્ય ની દ્રષ્ટિએ શ્રેષ્ઠ હોવા ને કારણે અને એમાં પણ મીની ઓઇલ મિલ માં ઉત્પાદિત મગફળી નું ડબલ ફીલ્ટર્ડ તેલ આરોગ્ય, સ્વાદ, અને ગુણવત્તા ની દ્રષ્ટિએ સર્વશ્રેષ્ઠ હોવાને કારણે આજે સમગ્ર ભારત માં લોકો ની પ્રથમ પસંદ બન્યું છે.
આજે મગફળી નું તેલ સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત ના સીમાડાઓ વટાવી ને મધ્ય પૂર્વ ના અરબ દેશો માં ખાસ કરી ને દોહા (કતાર), દુબઇ, કુવૈત, સાઉદી અરબ, ઓમાન, બેહરીન, તેમજ કેનેડા અને અમેરિકા માં ખાસ કરીને સૌરાષ્ટ્ર ગુજરાત ની ભૂમિ ઉપર નિર્મિત મગફળી નું તેલ ત્યાં વેચાણ થાય છે. આજે મીની ઓઇલ મિલ માંથી ઉત્પાદિત મગફળી ના તેલ ને લોકો દ્વારા ખુબજ પસંદ કરવામાં આવી રહ્યું છે કારણકે મીની ઓઇલ મિલ માં ઉત્પાદિત મગફળી નું તેલ એકદમ શુદ્ધ અને ભેળસેળ વગર નું હોવાને કારણે લોકો ની પ્રથમ પસંદ છે લોકો સારી રીતે જાણી ચુક્યા છે કે પૂરતા પૈસા ની ચુકવણી કરવા છતાં તેમના દ્વારા ખરીદવામાં આવતું તેલ ખાસ કરીને મોટી મિલો માંથી તેમજ દુકાનો માંથી ખરીદવામાં આવતા તેલ માં ભેળસેળ નું પ્રમાણ વધુ પડતું હોય છે, જે આરોગ્ય ની દ્રષ્ટિ એ ખુબ હાનિકારક હોવા ને કારણે કેન્સર તેમજ આંતરડા અને હૃદય રોગ સંબંધિત બીમારીઓ નું પ્રમાણ આજે ખુબ વધ્યું છે, જેના કારણે આજે લોકો મોટી મિલો તેમજ દુકાનો માંથી તેલ ખરીદવા કરતા પોતે મીની ઓઇલ મિલો માં ઉત્પાદિત મગફળી નું તેલ ખરીદવાનું પસંદ કરે છે. અન્ય ખાદ્ય તેલ કરતા મીની ઓઇલ મિલ માં ઉત્પાદિત મગફળી ના તેલ નું વેચાણ આજે ખુબ સરળ, ઝડપી અને બારેમાસ ના ધોરણે બન્યું છે, કારણકે આજે મગફળી નું તેલ ખાનારો વર્ગ વિશાળ બન્યો છે.
અમારા તેલનું દરેક બુંદ શુદ્ધતાના ઉચ્ચતમ ધોરણોને પૂર્ણ કરે છે. જેના માટે અમો ખાતરી કરીને, વિશ્વાસપાત્ર ખેડૂતો પાસેથી સીધી જ ઉચ્ચ- ગુણવત્તા વાળી જી-20 મગફળી ખરીદીએ છીએ.
અમારા સીંગતેલ ને બનાવતા સમયે અમારા સનાતન પરીવાર ના ગ્રાહકો ના આરોગ્ય ને ધ્યાને લઈને કોઈપણ પ્રકારની કેમિકલ પ્રોસેસિંગ વગર જ બનાવી છીએ.
અમારું સીંગતેલ કોઈપણ જાતની રિફાઈન્ડ પ્રોસેસ કરીને નહીં માત્ર કોટનના ડબલ કાપડ મા ગાળી ને ફિલ્ટર કરવામાં આવે છે. જેથી તેલ નો સ્વાદ અને શુદ્ધતા જળવાઈ રહે છે..
અમારું સીંગતેલ કોઈપણ જાતની ભેળસેળ વગરનું છે જેનો પાકો વિશ્વાસ અમે અમારા ગ્રાહકો ને રૂબરૂ મુલાકાત કરાવીને આપીએ છીએ
Our process produces peanuts oil that is like the nectar of the earth from quality peanuts.